Monday, September 26, 2011


આભને ઉજાસ થી ભરી દેતી અજવાળી એ રાત મને ગમે છે,
તારલા ની ઓઢણી ઓઢીને આવતી ચાંદની રાત મને ગમે છે,

કંઈક મધુર ગણગણતી છતાં ચુપ રહેતી એ રાત મને ગમે છે,
ક્યારેક તડપાવતી તો ક્યારેક સહેલાવતી એ રાત મને ગમે છે,

હસાવતી તો કદી રડાવતી, કદી ઉદાસ રહેતી એ રાત મને ગમે છે,
બેચૈન કરી જતી કે પછી ગુમસુમ રહેતી એ રાત મને ગમે છે,

મનને ઉડાડી ઉંચે ગગનમાં લઇ જતી એ રાત મને ગમે છે,
સદા શીતળતા જ બક્ષતા ચંદ્રમાંની એ રાત મને ગમે છે,

પ્રેમી હૈયાને આખી રાત જગાડતી એ રાત મને ગમે છે,
ચારેકોર પ્રેમની મધુર સુવાસ ફેલાવતી એ રાત મને ગમે છે,

રાધા-કૃષ્ણના સુંદર અને પવિત્ર મિલન ની એ રાત મને ગમે છે,
કવિ ની કલ્પનાની પરાકાષ્ઠાએ જતી એ રાત મને ગમે છે,

ચકોરની પ્રીતભરી નજરોવાળી મોહક એ રાત મને ગમે છે,
સૃષ્ટીકારના અસ્તિત્વનો અહેસાસ કરાવતી એ રાત મને ગમે છે,

શું છે તારું મુખ્ય ધ્યેય?

ક્યાં થી આવ્યો ? કોણ છે તું ?
એ ભલા માનસ તું કહે,
કર્મ શું છે તારું અહીં ?
શું છે તારું મુખ્ય ધ્યેય?

રડતો હતો જન્મ્યો  ત્યારે,
સિલસિલો હજી પણ છે,
છુપાયું છે સ્મિત તુજ માં,
શું તને ખબર પણ છે?

ખીલ્યું જો પુષ્પ જીવન માં,
તો કાંટાળું ક્ષુપ પણ છે,
છે  તરસ મીઠા પાણીની
અને સહેરાનું રણ પણ છે,

ધોમધખતા તાપમાં ક્યાંક
ઠંડો વૃક્ષનો છાયો પણ છે,
પાનખરમાં સૂખા પાંદડા ઉડાવતો
આહલાદક પવન પણ છે,

પ્રારબ્ધ નથી તારા હાથમાં,
તો શું ? કર્મનું ફળ પણ છે,
દુશ્મનોની ભીડમાં જ ક્યાંક,
દોસ્તીનો સાથ પણ છે,

Sunday, September 25, 2011



"શાંત ઝરુખે ઉભા રહીને આતુરતા થી જેમની વાટ મેં જોઈ હતી,
એ આવ્યા ઘર માં તો ખ્યાલ આવ્યો કે અમૂલ્ય શાંતિ મેં ખોઈ હતી"

Saturday, September 24, 2011

એવો શું જાદુ કર્યો એમને!

એવો શું જાદુ કર્યો એમને કે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું,
ખોવાઈ ગયુ હતુ ઘણા સમય થી એ સ્મિત પાછું આવ્યું,

પહેલા થતી હતી મજાક-મસ્તી તો કોઈ નવાઈ ની વાત નહોતી,
પણ આજે કરી છેડછાડ એમને તો કંઈક અવનવું લાગ્યું,

ઘણા દિવસો થી અબોલા લીધા હતા એમણે અમારી સાથે,
બે બોલ મીઠા બોલ્યા તો જાણે કોઈ ગીત ગાઈ નાખ્યું,

નાં રિસાય ફરી કદી હવે એ બસ એકજ અરમાન છે "શરદ"
હવે નહિ સહેવાય વેદના, વિરહ માં ઘણું સહી નાખ્યું,

એકલતા ની રાતો માં એક ઉષાકિરણ ની જ આસ હતી,
ગાઢ નીંદર માં પોઢેલું નસીબ લાગે છે હવે જાગ્યું,