Monday, September 26, 2011

શું છે તારું મુખ્ય ધ્યેય?

ક્યાં થી આવ્યો ? કોણ છે તું ?
એ ભલા માનસ તું કહે,
કર્મ શું છે તારું અહીં ?
શું છે તારું મુખ્ય ધ્યેય?

રડતો હતો જન્મ્યો  ત્યારે,
સિલસિલો હજી પણ છે,
છુપાયું છે સ્મિત તુજ માં,
શું તને ખબર પણ છે?

ખીલ્યું જો પુષ્પ જીવન માં,
તો કાંટાળું ક્ષુપ પણ છે,
છે  તરસ મીઠા પાણીની
અને સહેરાનું રણ પણ છે,

ધોમધખતા તાપમાં ક્યાંક
ઠંડો વૃક્ષનો છાયો પણ છે,
પાનખરમાં સૂખા પાંદડા ઉડાવતો
આહલાદક પવન પણ છે,

પ્રારબ્ધ નથી તારા હાથમાં,
તો શું ? કર્મનું ફળ પણ છે,
દુશ્મનોની ભીડમાં જ ક્યાંક,
દોસ્તીનો સાથ પણ છે,

No comments:

Post a Comment